ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ 'ડાયમંડ સિટી' સુરત હવે ‘ઇલેક્શન ફેશન હબ' બની ગયું છે. દેશમાં ગમે ત્યાં ચૂંટણી હોય ત્યાં મોટાભાગનું પ્રચાર સાહિત્ય સુરતથી જ પહોંચતુ હોય છે..હવે ગુજરાતમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે સુરતના પ્રચાર સાહિત્યનું ઉત્પાદન વધ્યું છે. જેમાં બેનર, પોસ્ટર, કટ આઉટ, ટોપી, ઝંડા, ખેસ, મફલર, મંગળસૂત્ર, ચેઇન સહિતની સામગ્રીની ડિમાન્ડ વધી છે...આ ચૂંટણી પ્રચાર સાહિત્યમાં ડિજિટલ પ્રિન્ટિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેથીવે ખેસ, ઝંડા કે બેનર પર નેતાઓના ચહેરા એકદમ સ્પષ્ટ દેખાઈ છે. તો યુવા મતદારો માટે ખાસ ડિઝાઈનર મફલર અને મોદી માસ્કની ધૂમ જોવા મળી રહી છે..ઉત્પાદકોનું કહેવું છે કે આ વખતે પીએમ મોદીના તસવીરવાળા ખેસનો સૌથી વધુ ઓર્ડર આવી રહ્યા છે