ગત વર્ષ રાજ્યના ખેડૂતો માટે ઘણું કપરું સાબીત થયું છે. આકાશી આફતોથી ખેડૂતોની આર્થિક કમર ભાંગી પડી છે. ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોએ મહામુશ્કેલીએ ઘઉંનું વાવતેર કર્યું છે. સદનસીબે ખેડૂતોને ઉત્પાદન પણ સારૂ મળ્યું છે. ત્યારે ખેડૂતોની માગ છે કે. ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉં ખરીદીનું કેન્દ્ર ફાળવવામાં આવે. જેથી આર્થિક સંકડામણ ભોગવતા ખેડૂતો ફરી બેઠા થઈ શકે. સાથે પાકના નાણા તાત્કાલિક ખેડૂતોના નાણા જમા થાય તેવી રજૂઆત કરવામાં આવી છે... આકાશી આફતો થી આર્થિક નુકસાન વેઠી ચૂકેલા ધોરાજી ના ખેડૂતો એ મહા મહેનત કરી અને મોંઘા ભાવ ના બિયારણ જંતુનાશક દવા મજૂરી ખર્ચ કરી અને ઘઉં ના પાક નું વાવેતર કર્યું ધોરાજી પંથક ના ખેડૂતો ને ગત ચોમાસું માં કપાસ મગફળી સોયાબીન જેવા પાકો પર અતિવૃષ્ટિ રૂપી વરસાદ વરસતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો બાદ માં મગફળી ના તૈયાર પાક પર માવઠું રૂપી વરસાદ વરસી જતા પાક પલળી ગયો અને ખેડૂતો ના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો અને બાદ માં ખેડૂતો એ સારા ભાવ મળવાની આશાએ રવિ પાકોનું વાવેતર કર્યું હતું તેમાં ધોરાજી પંથકમાં રવિ પાકમાં મુખ્યત્વે ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું વાવેતર બાદ ખેડૂતોએ મહા મહેનતે ઘઉંનો ઉત્પાદન મળવાનો સમય આવ્યો ત્યારે ઘઉંના પાક પર માવઠું પડ્યું બાદમાં ધુમસ આવી અને ત્યારબાદ અસંતુલિત વાતાવરણ ને કારણે ઘઉંના પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું ભારે પવન ચૂકવવાને કારણે ઘઉંનો પાક ધરી પણ ગયો હતો પરંતુ જગતનો તાત સતત મહેનત કરતો રહ્યો અને હાર ન માન્યો અને મહા મહેનતે ફરી ઘઉંના પાકની માવજાત કરી અને ઘઉંનો ઉત્પાદન મેળવ્યો હાલ ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી માં ટેકાના ભાવે ઘઉં ખરીદીનું કેન્દ્ર ફાળવવામાં આવે તો ધોરાજી પંથકના ખેડૂતોને એમના ઘઉં વેચવા દૂર દૂર સુધી ભટકવું ન પડે