પોતાની આવનારી ફિલ્મ ઈક્કીસને લઈને આજકાલ ચર્ચામાં રહેલા બોલિવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રએ લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. બંનેની મુલાકાતની એક તસ્વીર પણ સામે આવી છે. આ મુલાકાત દરમિયાન સીએમ યોગી ધર્મેન્દ્રને એક ભેટ આપતા પણ જોવા મળ્યા છે.