આજથી પાવન શ્રાવણ માસના પ્રારંભે.શિવમંદિરોમાં ભક્તોની ભીડ જામી છે.જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં આવેલા ભવનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની હકડેઠાઠ ભીડ જામી હતી..મંદિરમાં પૂજા-અર્ચના કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરી હતી..આ સાથે જ સોમનાથમાં આજથી 30 દિવસીય મહોત્સવનો પણ પ્રારંભ થયો છે.ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી. સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠ્યું. ન માત્ર ગુજરાતમાંથી. પરંતુ, સમગ્ર દેશમાંથી ભાવિક ભક્તો. સોમનાથ દાદાના દર્શને ઉમટી રહ્યા છે..તો દેવભૂમિ દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન મહાદેવના દર્શન કરવા પણ ભક્તો ઉમટ્યા હતા.