દિવાળીના પાવન પર્વ નિમિત્તે રાજ્યભરના મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. તો ભક્તોએ પણ મા અંબેના ચરણોમાં શિશ ચુકાવી ધન્યતા અનુભવી હતી અને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.