મા અંબાના ભક્તે અંબાજી મંદિર ટ્રસ્ટને આપ્યું છે 40 કિલો ચાંદીનું દાન. પોતાની ઓળખ ગુપ્ત રાખીને માઇ ભક્તે અંદાજીત કિંમત રૂપિયા 46 લાખની કિંમતની ચાંદીનું દાન કર્યું છે. દાન કરેલી ચાંદીમાં ગબ્બર ગોખના દરવાજા અને ભૈરવનાથજી મંદિરની જાળીનો સમાવેશ થાય છે. સાથે જ ચાંદીનું મોટું છતર, પ્રસાદ માટે ચાંદીનો વાટકો, ચાંદી મૂકવા માટે બાજોઠની પણ ભેટ ધરી છે.ચાંદીનું દાન કરનાર ભક્ત અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. જેઓએ લાખોની ચાંદીના દાન દ્વારા મા અંબા પ્રત્યેની પોતાની અખૂટ શ્રદ્ધાના દર્શન કરાવ્યા છે.