હિમાચલ પ્રદેશમાં મેઘરાજા સાર્વત્રિક મન મૂકીને વરસ્યા. જે બાદ જોવા મળ્યા આફતના દ્રશ્યો. કુલ્લુ અને કાંગડા જિલ્લા સહિતના વિસ્તારોમાં વાદળ ફાટવાથી વિનાશ સર્જાયો.કોઇના ઘર તૂટ્યા. ઘરવખરીને નુકસાન થયું. કેટલાકના મોત થયા. અને કેટલાક લોકો પૂરમાં તણાયા. અહેવાલો મુજબ, ભારે પૂરમાં 5 લોકોના મોત થયા. અને 5 લોકો ગુમ થયા છે. જોકે પૂરની સ્થિતિમાં તંત્ર દ્વારા 250 લોકોને બચાવી લેવાયા. અને ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આગામી દિવસોમાં પણ ભારે પૂર અને ભૂસ્ખલનની સંભાવના છે. જેને લઇ હિમાચલ પ્રદેશના હવામાન વિભાગે 29 અને 30 તારીખ માટે એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉના, બિલાસપુર, સોલન, શિમલા, સિરમૌરમાં આફતની આગાહી કરાઇ છે.