સુરતમાં જનસેવા સાથે ઉપહાર વિતરણ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાને નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સને ટકોર કરી. તેમણે કહ્યું કે, નાગરિકોના દિલમાં સ્થાન ન મેળવી શકનારા નેતા ક્યારેય નેતા ન બની શકે. જો નેતા નાગરિકો સાથે તોછડાઈ ભરેલું વર્તન કરે તેનાથી મોટું પાપ નથી. હર્ષ સંઘવીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હોદ્દાનો ભાર લીધા વિના કામ કરવાનો સંદેશ આપ્યો. સાથે જ વડીલ નેતાઓના માર્ગદર્શન હેઠળ કામ કરવાની પણ સલાહ આપી. હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વર્ષ દરમિયાન મળેલા સ્નેહ અને સન્માનની યાદગીરીનું વિતરણ કરાયું.. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ડ્રો સિસ્ટમની મદદથી પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું.. મહત્વનું છે કે સુરતમાં જનસેવા સાથે ઉપહાર વિતરણ કાર્યક્રમમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વર્ષ દરમિયાન મળેલા સ્નેહ અને સન્માનની યાદગીરીનું વિતરણ કરાયું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ડ્રો સિસ્ટમની મદદથી પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું.. અહીં હર્ષ સંઘવીએ ચૂંટાયેલા કોર્પોરેટરને ભાર લીધા વિના લોકોની સેવા કરવા માટે સંદેશ આપ્યો છે. સાથે જ વડીલ નેતાઓના માર્ગદર્શન હેઠળ કામ કરવાની પણ સલાહ આપી.