ભરૂચમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી કંઈક અનોખો અંદાજમાં જોવા મળ્યા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન હર્ષ સંઘવીએ ભરૂચમાં નાસ્તાની રેંકડી પર ભાજપ કાર્યકરો સાથે બેઠક જમાવી હતી. સિક્યુરિટી પ્રોટોકોલ તોડીને હર્ષ સંઘવીએ નાગરિકની જેમ રેંકડી પર નાસ્તો કરતા કાર્યકરો સાથે ચૂંટણી અંગે ચર્ચા કરી હતી..ભાજપના કાર્યકરો અને સ્થાનિક ધારાસભ્ય પણ આ ચર્ચામાં જોડાયા હતા