ખેડૂતોને સહાય મુદ્દે અધિકારીઓને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો કડક સંદેશ. ખેડૂતની ફરિયાદ આવશે તો અધિકારીઓની ખેર નથી રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલી પાક નુકસાનીને લઈ સરકાર દ્વારા 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.સુરતના લસકાણા યોજાયેલા કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ સહાય પેકેજની વાત કરતાં સ્પષ્ટ ચેતવણી આપી હતી કે. કોઈ પણ ખેડૂતને હેરાનગતી ન થવી જોઈએ. જો કોઈ ખેડૂતને સહાય બાબતે ફરિયાદ કરશે તો. જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. ખેડૂત સહાય ઉપરાંત સંઘવીએ સમાજમાં ચાલી રહેલા ડ્રગ્સના દુષણ સામે સંકલ્પ લેવડાવ્યો. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસે 4 વર્ષમાં 75 પાકિસ્તાની ડ્રગ્સ વેચનારાઓને જેલમાં મોકલ્યા છે.તેમણે સંગઠનોને અપીલ કરી હતી.કે યુવકો સુધી આ સંદેશ પહોંચાડે અને સૌ લોકો સાથે મળી ડ્રગ્સના દુષણ સામે લડે.