વેકેશનને લઈ સાપુતારામાં મોટી સંખ્યામાં સહેલાણી ઉમટ્યા. ગાઢ ધુમ્મસથી સર્જાયેલા આહલાદક વાતાવરણની મજા માણી. સાપુતારાને જોડતા ઘાટ પર પણ સહેલાણીઓ સેલ્ફી લેતા નજરે પડ્યા. ડાંગના ગિરિમથક સાપુતારામાં વાતાવરણ પલટાયું. પર્વતીય વિસ્તાર ગાઢ ધુમ્મસમાં લપેટાયો.. સર્પગંગા તળાવ સનરાઈઝ પોઈન્ટ પર ગાઢ ધુમ્મસના દ્રશ્યો સામે આવ્યા.. ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઝીરો થઈ હતી.