ભયજનક બની ગયેલી વીએસ હોસ્પિટલની ઇમારતને તોડવા હાઇકોર્ટે મંજૂરી આપી છે. જે બાદ હવે મુખ્ય બિલ્ડિંગ અને હેરિટેજ બિલ્ડિંગ સિવાયનો ભાગ તોડાશે. હોસ્પિટલના પ્રસૂતિ ગૃહ બિલ્ડિંગને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. SVP બન્યા બાદ વી.એસ હોસ્પિટલ બંધ કરવાનું આયોજન હતું. વિપક્ષે ‘વી.એસ હોસ્પિટલ બચાવો’નું આંદોલન પણ કર્યું હતું. જે બાદ સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. તત્કાલીન મનપા કમિશનરે 500 બેડની હોસ્પિટલ ચાલુ રાખવા બાંહેધરી આપી હતી. અમદાવાદની ઓળખસમી વી.એસ હોસ્પિટલનું ડિમોલીશન શરુ કરાયું છે..અહીની ભયજનક ઇમારતને તોડવા હાઇકોર્ટે મંજૂરી આપતા આ કાર્યવાહી શરુ કરાઇ છે.મુખ્ય બિલ્ડિંગ અને હેરિટેજ બિલ્ડિંગ સિવાયનો બાકીનો ભાગ તોડી પડાશે.હોસ્પિટલના પ્રસૂતિ ગૃહ બિલ્ડિંગને પણ તોડવાની કામગીરી શરૂ કરાઇ છે.આમ તો SVP બન્યા બાદ વી.એસ હોસ્પિટલ બંધ કરવાનું જ આયોજન હતું.અને વિપક્ષે પણ આ હોસ્પિટલ ચાલુ રાખવા ખાસ્સી લડત આપી હતી.