અમદાવાદના ભદ્રકાળી મંદિર નજીક નોનવેજનું વેચાણ બંધ કરવા માગ..મંદિર આસપાસ 1 કિમીના વિસ્તારમાં નોનવેજની દુકાનો બંધ કરવા રજૂઆત.સરકાર અને AMC સમક્ષ ભંદ્રકાળી મંદિરના પૂજારીની રજૂઆત.મંદિરની આસપાસ અનેક નોનવેજની દુકાનો છે. "મંદિરે આવતા-જતા અનેક નોનવેજની દુકાનો વચ્ચે આવે છે". અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરના પૂજારીએ.ભદ્રકાળી મંદિર પરિસરની આસપાસ નોનવેજની લારીઓ અને નોનવેજની હોટલો બંધ કરવા માગણી કરી છે.મંદિરના પૂજારીનો દાવો છે કે..મંદિર તરફ આવવા-જવાના રસ્તાઓ પર નોનવેચનું વેચાણ કરતી અંસખ્ય લારીઓ અને દુકાનો છે.જેના કારણે.મંદિર પર આવતા ભક્તોએ નોનવેજ દુર્ગંધ સહન કરવી પડે છે..મંદિરના પૂજારીએ કહ્યું કે.દર્શનાર્થીઓ પણ અવાર-નવાર આ અંગે અમને રજૂઆત કરી છે..જેને ધ્યાનમાં રાખીને અમે સરકાર અને અમદાવાદ મનપાને મંદિર પરિસરના 1 કિલોમીટરના વિસ્તારમાં આવેલી નોનવેજની લાયસન્સવાળી અને લાયસન્સ વગરની દુકાનો અને લારીઓ બંધ કરવા માટે રજૂઆત કરીશુ.