ચોમાસાના આગમન પૂર્વે ગિરનાર પર્વત પર આહલાદક દ્રશ્યો સર્જાયા.વરસાદી વાતાવરણમાં ગિરનાર પર અદભુત વાતાવરણ સર્જાય છે.ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો રોપવે દ્વારા ગિરનાર પર દર્શન કરવા આવે છે.ગિરનાર પર્વત પર વરસાદી વાદળો મંડરાઈ રહ્યા છે.એવામાં નયનરમ્ય નજારો જોઈને પ્રવાસીઓ ખુશખુશાલ થઈ જાય છે.