વરસાદના કારણે દિલ્હીની હાલત ખરાબ છે. રાજધાનીમાં કલાકો સુધી વરસાદ પડ્યો હતો. વાતાવરણ ખુશનુમા બની ગયું હતું પરંતુ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. 56 જેટલા રસ્તાઓ સ્વિમિંગ પુલ બની ગયા છે. કનોટ પ્લેસ, અકબર રોડ, મિન્ટો બ્રિજ અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. કરોલ બાગમાં દિવાલ ધરાશાયી થવાને કારણે 58 વર્ષીય મહિલાનું પણ મોત થયું છે. દરમિયાન, દિલ્હી ટ્રાફિક પોલીસે કહ્યું કે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે. રસ્તાઓ પર પણ ખાડા પડી ગયા છે.