વડોદરાના શિનોરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની દુશ્મન દેશોને ચેતવણી. કહ્યું, ભારત કોઈને છંછેડતું નથી, પરંતુ કોઈ છંછેડે તો તેને છોડતું નથી. આજે ભારત દુનિયાના દેશો સાથે પોતાની શરતે વાત કરે છે. આજે ભારત સામે કોઇ આંખ ઉંચી કરવાની હિંમત નથી કરતું. રાજનાથ સિંહે જણાવ્યું કે સરદાર પટેલનું ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સપનું પીએમ મોદી પૂરું કરી રહ્યા છે. સાધલી ખાતે આયોજિત સભામાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ ઉપરાંત પ્રધાન મનસુખ માંડવિયા, શોભા કરંદલાજે, રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. રાજનાથ સિંહે જણાવ્યું કે સરદાર પટેલનું ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સપનું પીએમ મોદી પૂરું કરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં ભારત આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ ધપી રહ્યું છે.