સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે વેરાવળ બંદર પર સમુદ્રમાં ભારે કરંટ અને ઉંચા મોજાં ઉછળતા હવામાન વિભાગ દ્વારા 1 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પરિસ્થિતિને જોતાં માછીમારોને તાત્કાલિક પરત બોલાવી લેવાયા છે. બંદર વિસ્તારમાં સાવચેતીનો માહોલ છવાયો છે.