તો આ તરફ ડાંગ જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વઘઇ અને આહવામાં પણ અવિરત વરસાદ છે. સાપુતારામાં ઝરમર વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું છે. અનેક સ્થળે પર્વતો પર ધોધ વહેતા જોવા મળ્યા, તો શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા. ડાંગ જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ. વઘઇ અને આહવા નગરોમાં ધીમી ધારે વરસાદનું આગમન. તો સાપુતારામાં પણ ઝરમર વરસાદથી આહલાદક વાતાવરણ સર્જાયું. અનેક સ્થળે પર્વતો પર ધોધ વહેતા જોવા મળ્યા. આહવામાં દોઢ ઈંચ તો વઘઈમાં સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો.