ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. સાપુતારા, વઘઈ અને સુબીર પંથકમાં ઝરમર વરસાદ. આહવામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો. વરસાદને પગલે ડાંગના વાતાવરણમાં ઠંડક પ્રસરી. સમગ્ર પંથકમાં ચોમાસાની રમણીયતા ખીલી ઊઠી. સાપુતારા સહિતના પર્વતીય વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ.