ડાંગ પંથકમાં અવિરત વરસાદને કારણે ડાંગની ઓળખ સમાન ગીરાધોધ પોતાના અસલ મિજાજમાં જોવા મળી રહ્યો છે. ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોતાં તંત્ર દ્વારા પ્રવાસીઓને ધોધ પાસે જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. જિલ્લાની અંબિકા, પૂર્ણાં, ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપૂર આવતા અનેક કોઝવે પર પાણી ફરી વળ્યા. જેના કારણે 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા. સાપુતારા-વઘઇ મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ભેખડો ધસી પડવાના પણ બનાવો બન્યા.