ખેડાના યાત્રાધામ ડાકોરમાં વિવિધ મનોરથોમાં ભાવ વધારાનો નિર્ણય મોકૂફ..સેવક અને પુજારીઓ ભાવ વધારા અંગે રોષે ભરાતા નિર્ણય સ્થગિત. સતત વિરોધ બાદ મંદિર કમિટીએ નિર્ણય મોકૂફ રાખ્યો. ધજા, રાજભોગ, કુંજ મનોરથ સહિતના મનોરથમાં કરાયો હતો ભાવ વધારો. ભક્તોની આસ્થા અને ખિસ્સા પર માઠી અસર થવાની શક્યતાએ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો..15 મેના રોજ મંદિરના સેવકો અને આગેવાનો સાથે કરાશે ચર્ચા..મંદિરના ટ્રસ્ટી અને ચેરમેન ચર્ચા બાદ નવો નિર્ણય જાહેર કરવામાં આવશે.