દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. ધોધમાર વરસાદને કારણે શહેરના રોડ પર પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારમાં નદીઓના રૂપમાં રસ્તાઓ વહેતા જોવા મળ્યા છે. વાહનચાલકો અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.