દેશમાં કડકડતી ઠંડી વચ્ચે વાવાઝોડું સેન્યાર ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. રાષ્ટ્રીય હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું સેન્યાર વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને આગામી 24 કલાકમાં દક્ષિણ આંદામાન સમુદ્ર પર ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ આગામી 48 કલાકમાં વાવાઝોડાના રૂપમાં દક્ષિણ બંગાળની ખાડીમાં તીવ્ર થઈ શકે છે. તામિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.