છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી અરબી સમુદ્રમાં રહીને વધુને વધુ મજબૂત બનેલ વાવાઝોડુ બિપરજોય આખરે આજે સાંજે કચ્છમાં ટકરાયું છે. વાવાઝોડાના ટકરાવવાની પ્રક્રીયા આજે મોડી રાત્રિ સુધી ચાલુ રહેશે. વાવાઝોડુ કચ્છના જે સ્થળે ટકરાયું છે ત્યાં હાલમાં પવન 115 કિલોમીટરની ઝડપે ફુંકાઈ રહ્યો છે.