નડિયાદમાં Gujarat ATSએ સાયબર આતંકી જસીમ અંસારીને પકડ્યા છે. ઘટના છે નડિયાદીની.. જ્યાં 12 નાપાસ યુવકોનો દેશ વિરોધી ચહેરો ATSએ પાડ્યો છે ખુલ્લો.. આરોપીઓએ યુટ્યુબ અને અન્ય વબેસાઈટથી ટૂલ્સ અને ભાષાનું જ્ઞાન મેળવ્યું.. અને સરકારી વેબસાઈટ પર એટેક કરી ટેલિગ્રામ ચેનલમાં માહિતી શેર કરી.. ઑપરેશન સિંદૂર બાદ એક્ટિવ થયેલા સાયબર ટેરર મામલે ગુજરાત ATSને મોટી સફળતા મળી.. ATSની ટીમે નડીયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા શખ્સમાં જસીમ અંસારી અને અન્ય એક સગીર પણ સામેલ છે... આરોપીઓએ ઓપરેશન સિંદૂર બાદ મહત્વની સરકારી વેબસાઈટ પર એટેક કર્યો હતો..મહત્ત્વપૂર્ણ વેબસાઇટને હેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. ભારત સરકારની ઘણી વેબસાઇટને ટાર્ગેટ કરી હતી. આરોપીઓ વેબસાઈટ હેક કર્યા બાદ તેના સ્ક્રિન શોટ્સ અને દેશ વિરોધી નિવેદનો ટેલિગ્રામના ગ્રુપમાં પોસ્ટ કરતા હતા..ATSએ આરોપી જસીમ અંસારીને નડિયાદની કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.