અમદાવાદના CG રોડ પર આવેલી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ.રોટલી પીરસવાના વાંસના ટોપલામાં નીકળી જીવાત..ગ્રાહકે વાંધો ઉઠાવતા હોટલના સ્ટાફે ઉદ્ધત વર્તન કર્યાનો આરોપ.પરિવારજનોને હોટલના કિચનમાં ન જવા દેવાયાનો દાવો.ગ્રાહકે બિલ માંગ્યું તો હોટલના મેનેજરે બિલ આપવાની પણ ના પાડી.ગ્રાહકે અમદાવાદ કોર્પોરેશનમાં કરી ફરિયાદ. અમદાવાદની હોટલો અને રેસ્ટોરન્ટમાં જાણે વારંવાર ખાદ્ય પદાર્થોમાં જીવાતો નીકળવું એ સામાન્ય બાબત થઈ ગયું હોય વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે.જેમાં આ વખતે અમદાવાદના CG રોડ પરના રેસ્ટોરન્ટમાં ગ્રાહકે જ્યારે જમવાનું મગાવ્યું અને તેમાં રોટલીના ટોપલામાં જીવાત નીકળતા ગ્રાહકો પણ ચોંકી ઉઠ્યા.ગ્રાહકે જીવાત નીકળવાનો વીડિયો રેકોર્ડ કર્યો અને વાંધો ઉઠાવ્યો તો હોટેલના સ્ટાફે ગ્રાહક સાથે ઉદ્ધતપૂર્ણ વર્તન કર્યું હતું.સાથે જ ગ્રાહકે જ્યારે મેનેજરે પાસે બિલ માગ્યું તો પણ મેનેજર ગલ્લાતલ્લાં કરતો નજરે પડ્યો હતો. જ્યારે ગ્રાહકે આ અંગે અમદાવાદ મનપામાં રજૂઆત કરતા CG રોડની રેસ્ટોરેન્ટને ફૂડ વિભાગે તપાસ કરી 25 હજારનો દંડ ફટકાર્યો હતો.