મુસાફરો બારીમાંથી ચડી બસમાં જગ્યા રોકતા હોવાના દ્રશ્યો આવ્યા સામે..નાના બાળકોને પણ જોખમી રીતે બસમાં બેસાડતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ..ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ મુકવામાં આવી હોવા છતાં હાલાકી યથાવત. વડોદરાના સેન્ટ્રલ ST બસ ડેપો પર. મુસાફરોની ભારે ભીડ જોવા મળી. લોકો જોખમી રીતે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. બસમાં ચઢવા માટે પણ લોકો ધક્કામુક્કી કરતા જોવા મળ્યા. તો નાના બાળકોને પણ. જોખમી રીતે. બસમાં બેસાડતા હોવાના દ્રશ્યો. કેમેરામાં કેદ થયા છે. તહેવારોને ધ્યાનમાં લઈ. ST વિભાગ દ્વારા. 50 જેટલી એક્સ્ટ્રા બસ પણ મુકવામાં આવી છે. પરંતુ, તેમ છતાં. હાલાકી યથાવત છે. કારણ કે મુસાફરોનો ધસારો પણ વધારે છે. બસના યોગ્ય સંચાલનની તેમજ. વધારાના સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા માટે પણ માંગ કરવામાં આવી છે.