આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચને લઈને હોટેલ ઉદ્યોગને જાણે કમાવાની મૌસમ ખીલી ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાનારી ફાઈનલ મેચને લઈને શહેરની કેટલીક જાણીતી હોટેલોએ તેમના ભાડામાં તોતિંગ વધારો કર્યો છે. સામાન્ય દિવસોમાં જે હોટેલના રૂમનુ એક રાતનુ ભાડુ 5 હજાર રૂપિયા હતુ તેના હાલ 50 હજાર રૂપિયા કરી દેવાયા છે. એટલુ જ નહીં કેટલીક હોટેલનો રેટ તો 1 લાખ રૂપિયા થયો છે. અત્યારથી મોટાભાગની હોટેલોના બુકિંગ ફુલ થયા છે અને કેટલીક વૈભવી હોટેલોએ તો 18 નવેમ્બરનું બુકિંગ લેવાનુ જ બંધ કરી દીધુ છે. <div class="adsCont medium"></div>