જૂનાગઢમાં ક્રિકેટ અને ફિલ્મ જગતની અનેક નામી હસ્તીઓ આજે સોરઠના મહેમાન બન્યાં. ક્રિકેટના દિગ્ગજ સચીન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોની સાથે વિશ્વ પ્રસિદ્ધ ડ્રેસ ડિઝાઈનર મનીષ મલહોત્રા પ્રવાસમાં જોડાયા. અને તેઓએ કેશોદ એરપોર્ટ પર આગમાન કર્યું.કેશોદ એરપોર્ટ પર આગમન સમયે સચીન તેંડુલકરે પોલીસ કર્મચારીઓ સાથે ખાસ ફોટોશેશન પણ કર્યું. તો ધોનીએ પણ લોકોના દિલ જીત્યા હતા.