કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા એક અત્યંત પ્રગતિશીલ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો, તેમની અનન્ય ઓળખ અને સાળંગપુર ધામ સાથે સંકળાયેલી આધ્યાત્મિક વિશિષ્ટતાઓનો ભવિષ્યમાં કોઈ ખોટો કે વ્યાવસાયિક ગેરઉપયોગ ના કરી શકે તે માટે તેને કાયદાકીય કવચ પૂરું પાડવામાં આવ્યું છે.મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત, વિશ્વપ્રસિદ્ધ "કિંગ ઓફ સાળંગપુર"ની વિશાળ પ્રતિમા સહિત દાદાના વિવિધ સ્વરૂપોના કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક મેળવી લેવામાં આવ્યા છે. આ તમામ સર્ટિફિકેટ્સ આજે ભાવપૂર્વક હનુમાનજી મહારાજના પવિત્ર ચરણોમાં સમર્પિત કરાયા હતા.આ ઐતિહાસિક પ્રસંગે સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ કહ્યું કે ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ આજના