તહેવારોમાં લોકો પર મોંઘવારીનો પડી શકે છે માર.. શ્રાવણ મહિનામાં સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. છેલ્લા 10 દિવસમાં સિંગતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. અને ડબ્બાનો ભાવ 2900ને પાર પહોંચી ગયો છે. સિંગતેલની સાથે કપાસિયા તેલ અને સનફ્લાવર તેલમાં પણ વધારો થયો છે.. નાફેડ દ્વારા મગફળીનું વેચાણ ધીમા ગતિએ કરવામાં આવતા ઓઇલ મિલરો પાસે મગફળી પિલાણ માટે ઓછી આવી રહી છે. વેપારીઓ પાસે હાલમાં એક સપ્તાહ સુધી ચાલે તેટલો સ્ટોક છે. જો તહેવારોમાં ડિમાન્ડ વધશે તો જરૂરથી ભાવ વધારો થાય તેવી શક્યતા છે. હાલમાં કપાસિયા તેલના ભાવ 2800ને પાર છે. તો સનફ્લાવર તેલના ભાવ 2570થી 2600 રૂપિયા છે.