અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં હજારો શ્રદ્ધાળુઓ ST બસ સેવાનો લાભ લઈ રહ્યા છે. પરંતુ અંબાજીથી ગબ્બર સુધીના એસટી બસના ભાડાને લઇ વિવાદ છેડાયો છે. ગત વર્ષે અંબાજીથી ગબ્બર સુધીનું ભાડું 15 રૂપિયા હતું. પરંતુ આ વર્ષે ભાડું વધારી. 20 રૂપિયા કરાતા વિવાદ સર્જાયો છે. કામાક્ષી મંદિર અને દાંતા રોડ ઉપર અંબાજી માટે મીની બસો નિશુલ્ક ચલાવાઇ રહી છે. જ્યારે અંબાજીથી ગબ્બર સુધીનો ભાડું લેવાઈ રહ્યું છે. ત્યારે યાત્રિકોનો બસ ફ્રી કરવા અથવા ભાડું ઘટાડવા માગ કરાઈ છે. બીજી તરફ એસટી વિભાગના પરિવહન અધિકારીએ સમગ્ર મામલે ખુલાસો કરતા. ભાડું વધ્યું જ ન હોવાની વાત કરી.તેમનું કહેવું છે કે સરકારના નિયમ મુજબ ગત વર્ષે પણ 20 રુપિયા ભાડું થતું હતું. પરંતુ તેની જગ્યા પર 15 રુપિયા ભાડું વસૂલવામાં આવ્યું હતું. આ વખતે પણ સરકારના નીતિ નિયમો મુજબ જ ભાડું લેવાઈ રહ્યું છે