સનાતન ધર્મ મુદ્દે તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિના એક નિવેદનના કારણે વિવાદ થયો છે. ભાજપે તેના પર આકરા પ્રહાર કર્યા છે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ કહ્યું હતું કે, કેટલીક બાબતો નષ્ટ કરવી જોઇએ નહીં કે તેનો વિરોધ કરવો જોઇએ. ઉદાહરણ તરીકે મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના.