વડોદરા શહેરમાં બિસ્માર રસ્તાઓ અંગે કોન્ટ્રાક્ટરોને દંડ. રીવ્યુ બેઠક બાદ યોગ્ય કામગીરી ન કરનારા તમામ કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી. મહાનગરપાલિકાના 24 કોન્ટ્રાક્ટરોને કુલ 15 લાખ 59 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો. જેમાં ડ્રેનેજનું કામ કરનારા 6 કોન્ટ્રાકટરને 3 લાખ 25 હજારનો દંડ કરવામાં આવ્યો. વરસાદી ગટરનું કામ કરનારા બે ઇજારદારોને 1 લાખ 50 હજારની પેનલ્ટી.