રાજકોટ શહેરમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો..આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં AQI 300ને પાર.રાજકોટમાં વહેલી સવારે AQI 309 નોંધાયો.ઓફિસ શરૂ થવાના અને પૂર્ણ થવાના સમયે વાતાવરણ સૌથી ખરાબ.આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા કરી અપીલ. લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને સિઝનલ રોગ થવાની શક્યતાઓ.હાલના સંજોગોમાં લોકોને માસ્ક પહેરવાની આરોગ્ય વિભાગની અપીલ.ધુમ્મસ અને વાહનોની વધુ અવરજવરને લીધે સ્થિતિ ખરાબ હોવાનો દાવો..લોકોને માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા કરાઇ અપીલ લોકોને આ સમયમાં વિટામીન સીથી ભરપૂર ભોજન લેવાની આરોગ્ય વિભાગે સલાહ આપી છે. દાવો કરાઈ રહ્યો છે કે રાજકોટમાં ઊંચા AQIનું કારણ ઔદ્યોગિક એકમો નહીં. પરંતુ. વાહન વ્યવહાર છે. ત્યારે લોકોને માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.