ખેડૂતોના પાકને નુકસાનને લઇ કોંગ્રેસ પક્ષ રસ્તા પર આવ્યો.કોંગ્રેસે સરકાર પાસે પાક ધિરાણની માફી અને યોગ્ય વળતરની માગ સાથે.વિવિધ જિલ્લાઓમાં વિરોધ નોંધ્યાવ્યો. બોટાદમાં કોંગ્રેસે તાત્કાલિક સહાયની માગ સાથે રસ્તારોકો આંદોલન કરતા. પોલીસ દ્વારા કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. તો અમરેલીમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ખેડૂતોનો નિષ્ફળ ગયેલા પાક માથે લઈ મામલતદાર કચેરી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી આવેદનપત્ર આપ્યું. બીજી તરફ ગીર સોમનાથમાં કોંગ્રેસે ખેડૂતોનો સાથે માછીમારોને પણ રાહત પેકેજની માગ સાથે રેલી યોજી. અને જો માગ નહીં સંતોષાય તો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી મહત્વનું છે કે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ AAP ના ગોપાલ ઈટાલિયાને આડે હાથ લીધા .ગોપાલ ઈટાલીયા પ્રતિ વિધાએ 8 હાજરની સહાયને લઈ કરેલા નિવેનદને લઈ પરેશ ધાનાણીએ પડકાર ફેંક્યો.અને આ વળતર તેમને માન્ય ન હોવાનું નિવેદન આપી. ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી