કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પરિવાર સંગમ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કરી દીધા છે, જેનાથી રાજકારણમાં અણધાર્યો વળાંક આવ્યો છે. સોલંકીએ અજાણતા જ ભાજપના આ બંને મહાનેતાઓની "કથન અને કર્મની સુસંગતતા"ની પ્રશંસા કરી જેમાં તેમણે મોદીના ગુજરાત મુખ્યપ્રધાન કાળના એક જૂના કિસ્સાનો ઉલ્લેખ કર્યો. આ વક્તવ્ય કોંગ્રેસ પક્ષમાંથી તીવ્ર પ્રતિક્રિયા ઉભી કરી શકે છે, કારણ કે ભરતસિંહ સોલંકી જેવા અનુભવી નેતાના આ પ્રકારના નિવેદન ખુબ જ મહત્વપૂર્ણ ગણી શકાય છે..સાંભળો તેઓએ શું કહ્યું કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પોતાના જન્મદિવસે પરિવાર સંગમ સંમેલનમાં આ વાત કરી. તેમણે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરોને વિચારધારા. રાજકારણ તેમજ જીત વિશેના વિશ્લેષણની વાત કરી. પરંતુ તે રીતે તેમણે PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની રાજકીય કુનેહના વખાણ કર્યા.અને આમ આદમી પાર્ટીને લુપ્ત કરીને કોંગ્રેસમાં ભેળવવાની વાત કરી તેનાથી તેમના બદલાયેલા વલણની રાજકીય વર્તુળમાં ચર્ચા થઈ રહી છે.