તો ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ભડકો. અને 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 42 રૂપિયા જેટલો મોંઘો થયો છે. દિલ્લીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 42 રૂપિયા મોંઘો થયો છે, જ્યારે કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 53.53 રૂપિયા મોંઘો થયો છે. નવો ભાવ વધારો આજથી જ અમલમાં આવી ચૂક્યો છે. દિલ્લીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો નવો ભાવ 3 હજાર 113ને પાર પહોંચી છે. જ્યારે 53 રૂપિયાના વધારા સાથે કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો નવો ભાવ 3 હજાર 255ને પાર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે, ચાલુ વર્ષે સતત સાતમી વખત 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો છે. પાછલા 6 મહિનામાં, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૧ હજાર ૫૩૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે ચાલુ વર્ષે કોમર્શિયલ ગેસ સિલિન્ડર 97 ટકા મોંઘો થયો છે. તો બીજી તરફ નાના સિલિન્ડર, એટલે કે 5 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. દિલ્લીમાં નાના સિલિન્ડરના ભાવમાં 11 રૂપિયાનો વધારો થયો છે.. એટલે કે હવે નાના ગેસ સિલિન્ડરનો નવો ભાવ 821ને પાર પહોંચ્યો છે. તો કેન્દ્રની રાહત ગણો કે સામાન્ય પ્રજાની રાહત, પરંતુ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંતમમાં કોઇ જ વધારો નથી કરાયો. એટલે કે કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડર ધારકોનો મોટી રાહત આપી છે. મહત્વનું છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 7 માર્ચે વધારો થયો હતો. મહત્વ પૂર્ણ છે કે મધ્ય પૂર્વમાં તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે, ઇંધણ અને LPG ની સતત અછત જોવા મળી રહી છે. આ જ કારણ છે કે 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.