રાજ્યમાં ચાલુ વર્ષે હાડ થીજવતી ઠંડી પડવાના એંધાણ. અંબાલાલ પટેલે ઠંડીના આગમન અંગે કરી આગાહી. રાજ્યમાં 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવવાની શક્યતા. રાજ્યમાં બે-ત્રણ દિવસથી ઠંડી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.ત્યારે ઠંડીને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દિવાળીના તહેવારો જતાની સાથે જ રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે.સપનામાં પણ ના વિચાર્યું હોય તેવો ઠંડીનો ડોઝ આ વખતે મળવાનો છે તેવો દાવો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કર્યો છે.અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં આ વર્ષે ભયંકર અંદાજમાં હાડ થીજવતી ઠંડી પડશે