ગુજરાત પર ફરી વળી શીતલહેર. ઠંડા પવન ફૂંકાતાં લોકો ઠૂંઠવાયા. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની દેખાઈ અસર. લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રી ઘટાડો થયો. 5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું સ્થળ. નલિયામાં એક જ દિવસમાં 5.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. તો ડીસામાં 8.4, રાજકોટમાં 9.5, ભુજમાં 9.8 ડિગ્રી ઠંડી અનુભવાઈ. પોરબંદરમાં 10.2, ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું.