ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર દેશમાં ઠંડી વધી રહી છે, જેની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. દાહોદમાં તો લઘુતમ તાપમાન એક ડિજિટમાં પહોંચી ગયું છે. નલિયાનું લઘુતમ તાપમાન 10.5 ડિગ્રી પર પહોંચી જતાં લોકો ઠુંઠવાઈ ગયા હતા. આ ઉપરાંત અમદાવાદનું તાપમાન સિઝનમાં પહેલીવાર 13.6 ડિગ્રીએ પહોંચી જતાં પરોઢે ઠંડકનો અહેસાસ થયો હતો. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયો ઠંડીનો ચમકારો. 9.9 ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડું શહેર. 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું જોવા મળ્યું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું. 24 કલાક બાદ લઘુતમ તાપમાનમાં થઇ શકે છે 2 થી 3 ડિગ્રીનો વધારો. આગામી 48 કલાક રાજ્યમાં હજુ પણ જોવા મળશે ઠંડીનો કહેર.હાલ નવેમ્બર મહિનામાં જ જાન્યુઆરી જેવી ઠંડી પડી રહી છે.અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડી ગયો છે.હાલ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે.જેના કારણે ગુજરાત થઇ ગયું છે ઠંડુગાર.