ધીમે ધીમે ગુજરાતમાં ટાઢ હવે રફ્તાર પકડી રહી છે. વાતાવરણમાં સતત બદલાવ થઈ રહ્યો છે,તમને પણ હશે કે શિયાળો તો ક્યારનો શરૂ થઈ ગયો પરંતુ જેવી પડતી હોય છે તેવી ગુલાબી ઠંડી હજુ સુધી પડી નથી.પરંતુ હવે તમારી આતૂરતાનો અંત આવી જવાનો છે. કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ટાઢના તાંડવની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે 2 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ એવુ વધશે કે તમે પણ બોલવા લાગશો કે ગાત્રો થીજવતી ટાઢ પડી રહી છે. જેમાં અંબાલાલ પટેલના મતે રાજ્યના શહેરોમાં 10થી 14 ડિગ્રી સુધી ટાડનો પારો ગગડી શકે છે.