દરિયા કિનારાના ગામોમા મોટા પાયે ધોવાણ થતું આવ્યું છે...જેને કારણે ગામોના અસ્તિત્વ પર ખતરો ટોળાઈ રહ્યો છે..દરિયાનું ધોવાણ થવાના કારણે દાંતી, દીપલા, બોરસી માછીવાડ, દાંડી, ઓંજલ અને કૃષ્ણપુર જેવા ગામો પોતાના અસ્તિત્વ સામે ઝઝૂમી રહ્યા છે.સ્થાનિકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યા...દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ વર્ષો જૂની છે.પરંતુ હજુ સુધી સ્થાનિકોની માંગને ધ્યાનમાં લેવામાં આવતી નથી. દરિયા કિનારે પ્રોટેકશન વોલ ન હોવાથી ચોમાસામાં દરિયાના પાણી ગામમાં ઘૂસી જાય છે.જેથી દર વર્ષે ગામમાં પાણી ઘૂસવાની સમસ્યાથી લોકોને હાલાકી વેઠી પડે છે.તેથી સ્થાનિકો દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરી રહ્યા છે