રાજકોટમાં દૂધસાગર રોડ પર ઢોર પકડવા ગયેલી ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. ઢોર પકડ પાર્ટીએ રસ્તા પર રહેલા બકરાંને વાહનમાં પૂરી દેતાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. થોડીવાર માટે સ્થાનિકો અને કોર્પોરેશનની ટીમ વચ્ચે ઝપાઝપી જોવા મળી હતી. ઘટનાને લઈ કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર મકબુલ ઉદાણી સ્થળ પર પહોંચી ગયા હતા અને કોર્પોરેશનની ટીમ પાસેથી બકરાં છોડાવ્યા હતા.