તમે જનતા રેડ તો, સાંભળ્યું હશે. પરંતુ, શું જનતા ડાયવર્ઝન સાંભળ્યો છે ખરો?. વાત કરીએ એવા ડાયવર્ઝનની. જે તંત્રની બેદરકારી અને આળસ. કોન્ટ્રાક્ટરનો કથિત ભ્રષ્ટાચાર. તેમજ લોકોને પડતી અપાર હાલાકીને છતી કરે છે. છોટાઉદેપુરના પાવીજેતપુરમાંથી પસાર થતી ભારજ નદી પાસેનો ડાયવર્ઝન. જેના 2 વખતના સમારકામમાં રૂપિયા 6 કરોડ વપરાઇ ચૂક્યા છે. છતાં, ડાયવર્ઝન પરથી પસાર થઇ શકાય તેવી સ્થિતિ નથી. જીહાં, ભારજ નદી પરનો બ્રિજ છેલ્લા 2 વર્ષથી તૂટી જતા બંધ કરી દેવાયો હતો. જે બાદ તંત્રએ બ્રિજની પાસેથી ₹ 2 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવી આપ્યો હતો. પરંતુ, તે ચોમાસાના પાણીમાં ધોવાઇ ગયો. એ પછી, ફરી તંત્રએ ₹ 4 કરોડનો ખર્ચ કરીને ડાયવર્ઝન ઉભું કર્યું. પરંતુ, ફરીથી વરસાદી પાણીમાં તણાઇ ગયું. જેના કારણે લોકો 40 કિલોમીટરનો ચક્કર ફરવા મજબૂર બન્યા હતા. ત્યારે, સ્થાનિકોએ. સરપંચો અને રાહદારીઓના સહયોગ સાથે પોતે જ ડાયવર્ઝન બનાવી દીધું. લોકોના સવાલ એ છે કે. ટેક્સ લેનાર તંત્રનું કામ પ્રજાએ કરવું પડે છે. તો, તંત્રની શું જરૂર છે?. કરોડોનો ખર્ચ કર્યા છતાં 10 વર્ષની વોરંટી સાથે બનાવેલો ડાયવર્ઝન ટકી ના શક્યો. શું કોન્ટ્રાક્ટરે નબળી કામગીરી કરીને ભ્રષ્ટાચાર કર્યો છે ? વારંવાર તૂટતા ડાયવર્ઝનને લઇ તંત્રએ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાયા ?. ક્યાર સુધી સ્થાનિકો વારંવાર એક જ સમસ્યાને લઇ દોડતા રહેશે?. અહીંથી પસાર થતા અધિકારીઓને આ સમસ્યા કેમ નથી દેખાતી ?