પહેલા લાલ કલર, પછી ગુલાબી કલર અને હવે વાદળી કલરવાળું કેમિકલયુક્ત પાણી ફરી વળતા. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે એક વાર નહીં દસ દસ વાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતુ નથી. એટલું જ નહીં ધારાસભ્યને પણ અધિકારીઓ ઘણકારતા ન હોવાનો દાવો કરાયો છે. તો કેમિકલ માફિયાઓ સામે હવે નક્કર કાર્યવાહીની માગ ઉઠી છે. દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ પડે તો પણ ડ્રેનેજ લાઈનમાંથી કેમિકલયુક્ત પાણી ફરી વળે છે. પરંતુ ન તો કાર્યવાહી કરાય છે ન તો કોઈ કામગીરી. પરિણામે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે અને સ્થાનિકોના આરોગ્ય પર પણ જોખમ ઉભુ થયુ છે.