રાજકોટમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ. આજથી અનિશ્નિત મુદ્દતની હડતાળ પર ઉતર્યા. 20 પડતર માગણીઓ પૂર્ણ ન થતા હડતાળ પાડી. રાજકોટના 700 દુકાનદારો હડતાળમાં જોડાયા છે. હડતાળથી 3 લાખ કાર્ડધારકોને નહીં મળે રાશન. કમિશન વધારવા દુકાનદારોની માગણી છે. સર્વર અને બાયોમેટ્રીક વેરિફિકેશન મુદ્દે પણ દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો.