જામનગર જિલ્લામાં રવિપાકના વાવેતરના આંકડા સામે આવ્યા છે.જેમાં ચણાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે જ્યારે જીરાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.ઘઉંના પાકના વાવેતરમાં પણ વધારો નોંધાયો છે.ગત વર્ષે 36 હજાર 462 હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું હત જે આ વર્ષે વધીને 38 હજાર 321 હેક્ટર થયું છે..ઘઉંના વાવેતરમાં 2 હજાર હેક્ટરનો વધારો નોંધાયો છે..ગત વર્ષે 79 હજાર 140 હેક્ટરમાં ચણાના પાકનું વાવેતર થયું હતું જે આ વર્ષે વધીને 86 હજાર 145 હેક્ટર થયું છે.ચણાના વાવેતરમાં 7 હજાર હેક્ટરનો વધારો થયો છે.જીરાનું વાવેતર ગત વર્ષે 29,948 હેક્ટરમાં થયું હતું જે આ વર્ષે ઘટીને 22,755 હેક્ટર થયું છે. ઘઉંના વાવેતરમાં 2 હજાર હેક્ટરનો વધારો નોંધાયો. ગત વર્ષે 79 હજાર 140 હેક્ટરમાં ચણાના પાકનું વાવેતર થયું હતું જે આ વર્ષે વધીને 86 હજાર 145 હેક્ટર થયું. ચણાના વાવેતરમાં 7 હજાર હેક્ટરનો વધારો. જીરાનું વાવેતર ગત વર્ષે 29,948 હેક્ટરમાં થયું હતું જે આ વર્ષે ઘટીને 22,755 હેક્ટર થયું.