અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ હટાવવાના બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. આજે વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહી અંતર્ગત અત્યાર સુધીમાં 80 ટકા દબાણ તોડી પડાયું છે. તે માટે 3,000 જેટલા પોલીસકર્મીઓ અને 25 SRPની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. AMCના 7 ઝોનમાંથી 50થી વધુ ટીમો કામગીરીમાં જોડાઈ છે. અત્યાર સુધી 2.50 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તાર ઘણા સમયથી બાંગ્લાદેશી ઘુસણખોરો માટે કથિત આશરો બન્યો હતો, જેને હવે સંપૂર્ણ રીતે સાફ કરવાની કાર્યવાહી ચાલુ છે. આગામી ચાર દિવસ સુધી આ અભિયાન ચાલુ રહેશે. કાટમાળ ઉઠાવવાની કામગીરી આગામી દિવસોમાં હાથ ધરાશે.