રાજ્યમાં ચાંદીપુરા વાયરસ બાળકોનો ભોગ લઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ સતર્ક છે અને મોત રોકવા શરૂ કરાઈ છે કવાયત સાબરકાંઠામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરલના 7 કેસ નોંધાયા હતા આમાંથી 6 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા. એક બાળકને તો રજા પણ આપી દેવાઈ. જો કે, છતાં કેટલાક મોત થયા. આરોગ્ય વિભાગે પણ પોશીનામાં દેમતી ગામે દવાનો છંટકાવ કર્યો 46 ઘરોમાં ડસ્ટિંગની કામગીરી કરી તો બીજી તરફ ખેડાના કઠલાલમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો, બાળકને ગાંધીનગર ખસેડાયું. અને સીરાની મુવાડી ગામમાં આરોગ્ય વિભાગે ધામા નાખ્યા. ગામમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ કર્યો. આ બાજુ ગાંધીનગર જિલ્લાના પણ 9 જેટલા ગામોમાં દવાનો છંટકાવ કરાયો. બે વર્ષ પહેલા મળેલા કેસને ધ્યાને રાખીને કામગીરી કરાઈ. અને વિવિધ વિસ્તારોમાં 391 ઘરોનોન સર્વે કરીને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ચકાસણી પણ કરાઈ. આરોગ્ય વિભાગ પણ સતર્ક છે. શંકાસ્પદ કેસના બાળકોના ઘર તથા ગામમાં આરોગ્ય વિભાગની કામગીરી યથાવત્ છે. તો જ્યાંથી રિપોર્ટ પોઝિટિવ આવ્યા ત્યાં સેન્ડ ફ્લાય માખી મળી, આ માખીઓને નાશ કરવાની પણ કામગીરી ચાલુ છે. માતા-પિતાને એક જ સલાહ અપાઈ રહી છે કે, બાળકો પ્રત્યે વધુ સાવધાની રાખે. અને લક્ષણો દેખાતા જ તબીબની સલાહ લે.